Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આનંદો , રાજ્યમાં 3 દિવસ પછી ચોમાસાનું સત્તાવાર આગમન, મેઘરાજાની થશે પધરામણી

સોમવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસશે

અમદાવાદ : વરસાદ અને ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્ય માટે રાહતના સમાચાર મળ્યા છે હવામાન  વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે. વાયુ વાવાઝોડાની અસરને પગલે પહેલા દહેશત હતી કે વરસાદ થોડો પાછળ જઇ શકે છે.
   વાયુ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન વિભાગ સાથે સૌને ચિંતા હતી કે આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ પાછો જઇ શકે છે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. જેને કારણે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂનનાં જ બેસી જવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

   24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે

   અત્રે ઉલ્લેખનીય છે કે કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી પણ હવે આ ચોમાસું આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે.

(8:52 pm IST)
  • ઉત્તર કોરિયામાં અનાજની અછત :દક્ષિણ કોરિયા 50 હજાર ટન ચોખા મોકલશે :દક્ષિણ કોરિયાએ કહ્યું કે ગત મહિને જાહેર કરાયેલ પોતાના બીજા સહાયતા પેકેજમાં તે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અંતર્ગત 50,000 ટન ચોખા ઉત્તર કોરિયા મોકલવા યોજના બનાવે છે access_time 1:09 am IST

  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST

  • ૨૧ થી વધુ આઇએએસ-આઇપીએસ અધિકારીઓની બદલીના ભણકારા : રાજયના સીનીયર અધિકારીઓના ટુંક સમયમાં બદલીના ઓર્ડરો આવી શકે છેઃ ૧૮ કલેકટર, ૨૨ જીલ્લા વિકાસ અધિકારીઓ બદલાશે access_time 3:45 pm IST