Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમદાવાદમાં છેડતીનો ઠપકો આપતા મહિલાના પરિવાર પર જીવલેણ હુમલો કરનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં મહિલાઓની છેડતીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, સિંગરવા ગામમાં ગઇકાલે રાતે મહિલાની છેડતી કરી હતી જેથી મહિલાના પરિવારજનો યુવકને ઠપકો આપવા ગયા હતા. જ્યાં આરોપીએ ભોગ બનાનારી મહિલા સહિત પરિવારના સભ્યો પર લાકડીઓથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે, કે સિંગરવા ગામમાં રહેતી મહિલાની ગઇકાલે સાજે સિંગરવામાં રહેતા ભોલાભાઇ.જી.રબારીએ છેડતી કરી હતી જેને લઇને મહિલાના પતિ સહિત ઘરના સભ્યો યુવકના ઘરે ઠપકો આપવા ગયા હતા. જ્યાં યુવકના પરિવારના સભ્યો ઉશ્કેરાઇ ગયા હતા અને ભોગ બનનારી મહિલાને લાકડીઓ મારી હતી અને પેટમાં લાત મારી હતી એટલું જ નહી પરિવારના સભ્યોને પર પણ લાકડીઓથી હુમલો કર્યો હતો.

(5:41 pm IST)