Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ડીસાના યુવાને ઓનલાઈન મંગાવેલા કેમેરાના પાર્સલમાં નિકળ્યા પથરા

કંપનીના કસ્ટરમેરમાં અનેક રજૂઆત કરી પરંતુ પરિણામ ન મળતાં પોલીસને જાણ કરી

ડીસા :ડીસાના યુવાને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન મંગાવેલ કેમેરાનો લેન્સ બગડેલો હોવાથી કેમેરો પરત મોકલ્યો તો રિટર્નમાં કેમેરાના બદલે કુરિયરમેનની હાજરીમાંજ કુરિયર ખોલતા અંદરથી ૨ લાંબા વજનદાર પથ્થર નિકળતાં યુવાન ચોંકી ઊઠ્યો હતો.યુવાને કંપનીના કસ્ટરમેરમાં અનેક રજૂઆત કરી પરંતુ પરિણામ ન મળતાં પોલીસને જાણ કરી હતી.

  ડીસા માર્કેટયાર્ડમાં વેપારી પેઢી ધરાવતા મુકેશ ચૌધરીએ ૨૫ મે એ ૪૫ હજારની કિંમતનો કેમેરાનો ઓર્ડર આપ્યો હતો. ૩૧ તારીખે તેને કેમરો મળી પણ ગયો. જોકે કેમેરાના લેન્સ એક જ્ગ્યાથી ડેમેજ હોવાનું ધ્યાને આવતા કેમેરો રિટર્ન મોકલી આપ્યો હતો અને નવો બીજો કેમેરા મોકલવા ઓર્ડર આપ્યો હતો. જોકે બીજો કેમેરો ન આવ્યો પરંતુ તેના બદલે ૧૦ જૂને કુરિયરમેન જે કુરિયર લઈને આવ્યો તે ખોલતા અંદરથી બે લાંબા કાળા રંગના પથ્થર નીકળ્યા હતા. જેથી ે છેતરપીંડી થઈ હોવાનું ધ્યાને આવતા કુરિયરમેન સાથે પાલનપુર આવી તપાસ કરતા આવું ક્યારેક બને છે તેમ જણાવી કસ્ટરમર કેરમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.યુવાને પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી

 
(1:22 pm IST)