Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આબુ અંબાજી રોડ પર રાજસ્થાન રોડવેઝની બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણમોત :10થી વધુને ઇજા

અંબાજી રોડ પર શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો

બનાસકાંઠામાં આબુરોડ-અંબાજી રોડ પર રાજસ્થાન રોડવેઝની બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કરૃણમોત નિપજ્યા છે જયારે 10થી દવહુ લોકોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે
  આ અંગે મળતી વિગત મુજબ અંબાજી રોડ પર શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો જીપનો આગળનો ભાગ કૂચડો વળી ગયો હતો.

(8:13 pm IST)