Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બનાસકાંઠાના ધાનેરામાં ખેતરના રસ્તા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું :ત્રણ રાઉન્ડ ફાયરિંગ : એકને ગંભીર ઇજા

બનાસકાંઠાના ધાનેરામાં ખેતરના રસ્તાં બાબતે થઇ છે. ધાનેરામાં મામા બાપજી પાસે ખેતરના રસ્તા બાબતે બે સમાજના લોકો વચ્ચે ધિંગાણું થયું હતું.જે બાદમાં આક્રમક સ્વરૂપ ધારણ કરી દેતા ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે. ફાયરિંગ દરમિયાન એક યુવકને ભારે ઇજાઓ થતા ગંભીર રીતે ઘાયલ થતા તે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
 આ ઘટનાની સ્થાનિકોએ પોલીસમાં જાણ કરી હતી જેથી ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(8:27 pm IST)