Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમદાવાદના એસજી હાઇવે પર સોલા બ્રિજ પાસે 10 ગાડીઓને અકસ્માત : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

એક કારની ટક્કર થતા પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ : પાંચ કારને નુકશાન

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા બ્રિજ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલી ગાડીઓનો એક સાથે અકસ્માત થયો હતો જોકે સદનશિબે કોઈ જાનહાની નથી આ અકસ્માત બાદ કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

   મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલ સોલા બ્રિજ પર અચાનક એક કારની ટક્કર બીજી કાર સાથે થતાં, પાછળથી આવી રહેલ અન્ય ગાડીઓ પણ એક બાદ એક સાથે ટકરાઈ, આ રીતે 10 જેટલી ગાડીઓનો એક સાથે અકસ્માત સર્જાયો. જેમાં પાંચ જેટલી ગાડીઓને નુકશાન પહોંચ્યું છે.

  એસજી હાઈવે પર  સાંકડા સોલા બ્રિજ પર 10 જેટલી ગાડીઓનો અકસ્માત સર્જાતા થોડી જ ક્ષણોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના બાદ લોકો કૂતૂહલવસ જોવા ઉભા રહી જતા ટ્રાફિકની સમસ્યા વધારે વણસી હતી. જોકે, પોલીસે ઘટના સ્થળ પહોંચીને ટ્રાફિક દુર કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:51 am IST)