News of Sunday, 17th June 2018

આખરે મોગલ માતા વિષે સોશ્યલ મીડિયા પર 'અપના અડ્ડા' ગ્રુપમાં અભદ્ર પોસ્ટ કરનાર મનીષ મહેરિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો : રાજ્યભરમાં ફેલાયો હતો રોષ : અપના અડ્ડા ગ્રુપ નાસ્તિક લોકો દ્વારા ચલાવતું હતું : આરોપીએ ગુનો કબુલ્યો : પોલીસે કરી કાબીલેદાદ કામગીરી

અમદાવાદ : ફેસબુકમાં મોગલમાં વિષે અભદ્ર ટિપ્પણી કરનાર આપના અડ્ડાના નાસ્તિક આરોપી મનીષ મહેરિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. આરોપી દ્વારા ફેસબુકમાં ગઢવી સમાજ તથા ભક્તોની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરવામાં આવી હતી જેને લઇ સમગ્ર રાજ્યમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો.

મોગલ માં વિષે અભદ્ર ટિપ્પણીને લઇ સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગઢવી સમાજ તથા ભાવીભક્તોમા આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અભદ્ર ટિપ્પણી કરનાર અપના અડ્ડા ગ્રુપના મેમ્બર મનીષ મહેરિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. થોડા દિવસો પેહલા ફેસબુક પર આપડા અડ્ડા ગ્રુપના મેમ્બરો દ્વારા ગઢવી સમાજના માતાજી મોગલ માં વિષે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. અભદ્ર ટિપ્પણીને લઇ સમગ્ર રાજ્યમા ભક્તો તથા ગઢવી સમાજમા ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના લીધે કેટલીક જગ્યાઓ પર તોફાનો થતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. આ મામલે તાપસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અપના અડ્ડા ગ્રુપના પેજ પરથી ટિપ્પણી કરનાર મનીષ મહેરિયાને ઝડપી લીધો છે.

ક્રાઇમ બ્રાન્ચ એ સી પી સી એન રાજપૂતે જણાવ્યું કે, ફેસબુક પર ગઢવી સમાજના ધાર્મિક માતાજી મોગલ માતા અંગે અપના અડ્ડા ગ્રુપની પ્રોફાઈલથી ટિપ્પણી કરવામાં આવી હતી, જે મામલે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રોફાઈલ મનીષે કરી હતી જે મામલે અમે મનીષ મહેરિયાની ધરપકડ કરી છે.

અભદ્ર ટિપ્પણી થતા રાજ્યમાં સ્થિતિ વણસે નહીં અને ભક્તોમાં વધારે રોષ ના ફેલાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આપણા અડ્ડા ગ્રુપ નાસ્તિક લોકો દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. મનીષ મહેરિયા ઉપરાંત સદ્દામ મલિક અને રાહુલ રાવણ નામના શખ્સે પણ ભદ્ર ટિપ્પણી કરી હતી. તો આ વિવાદ થતા દિલીપ ગઢવી નામના શખ્સે રવિન્દ્ર પરમાર નામના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં થતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપ ગઢવીની પણ ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ એ સી પી સી એન રાજપૂત, આજ રીતે ફેસબુકમાં આ ટિપ્પણી થતા દિલીપદાન ગઢવી નામના વ્યક્તિએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

મનીષ મેહરીયા મૂળ બાપુનગરનો રહેવાસી છે. બે મહિના પેહલા તે આ અપના અડ્ડા ગ્રુપમાં સોસીયલ મીડિયા સામેલ થયો હતો. આરોપીએ પોલીસ તપાસમાં કબુલ્યું છે કે, ગ્રુપના અન્ય મેમ્બરોએ કોમેન્ટ કરતા તેણે પણ આ મામલે કોમેન્ટ કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ગઢવી સમાજ દેવી મોગલ માં પર અભદ્ર ટિપ્પણી કરનાર મનીષ ભારતીયની ધરપકડ કરી અપના અડ્ડા ગ્રુપના અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(1:35 am IST)
  • વડોદરામાં મેયર પદે જીગીશાબેન શેઠ : નવા પદાધિકારીઓની નિમણુંક : ડે.મેયર તરીકે જીવરાજભાઈ ચૌહાણની વરણી : સ્થાયી સમિતિના ચેરમેનપદે સતીષ પટેલની નિમણુંક access_time 6:01 pm IST

  • દિલ્હીમાં હવાના પ્રદુષણમાં ઘટાડો :છેલ્લા છ દિવસમાં પહેલી વાર પ્રદૂષણનું સ્તર 'અતિ ગંભીર 'થી ઘટાડીને 'મધ્યમથી ખરાબ 'સુધી પહોંચ્યું :કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના આંકડા મુજબ દિલ્હી એનસીઆરમાં પીએમ 10નું સ્તર રવિવારે 339 અને દિલ્હીમાં 343 રહ્યું હતું access_time 1:18 am IST

  • રામરહીમ વિરુદ્ધ ધર્મગ્રંથનું અપમાન અને બૉમ્બ બ્લાસ્ટના વધુ બે ગુન્હા::પોલીસ તપાસ દરમિયાન 2015માં ધર્મગ્રંથનું અપમાન અને તેને લઈને બરગાડીમાં થયેલ ગોળીકાંડ અને 31મી જાન્યુઆરી-2017માં ભટિંડાની મોઢમાર્કેટમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટમાં રામરહીમ અને તેના ચેલાઓની સામેલગીરીના પુરાવા મળ્યા access_time 1:25 am IST