Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૧૬ દિનમાં ૧૬૬ કેસ થયા

ટાઇફોઇડના ૧૦૬ કેસો નોંધાતા ખળભળાટ : હવે આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી હજારો ખાદ્ય પદાર્થોના નમૂના લઇને ઉંડી ચકાસણી હાથ ધરાઈ

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૧૬મી માર્ચ સુધીના ગાળામાં માત્ર ૧૬ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૧૬૬, કમળાના ૫૯, ટાઈફોઈડના ૧૦૬ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૨૭ કેસ સપાટી પર આવ્યા છે. માર્ચ ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૫૧૪૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૧૬મી માર્ચ ૨૦૧૯માં હજુ સુધી ૪૬૭૮૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે માર્ચ ૨૦૧૮માં ૨૨૭૬ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ૧૬મી માર્ચ સુધીમાં ૫૪૦ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૧૬મી માર્ચ ૨૦૧૯ સુધીમાં અલગ અલગખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હજુ પણ સિઝનલ રોગને રોકવાના પ્રયાસો જારી છે જેના ભાગરુપે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત                     માર્ચ-૨૦૧૮         માર્ચ-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો     ૧૨૪                ૨૭

ઝેરી મેલેરીયાના કેસો      ૧૫                  ૦૧

ડેન્ગ્યુના કેસો               ૨૬                  ૦૦

ચીકુનગુનિયા કેસો         ૦૪                  ૦૦

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો         ૭૫૮                ૧૬૬

કમળો                      ૧૯૬                ૫૯

ટાઈફોઈડ                  ૨૮૦                ૧૦૬

કોલેરા                      ૦૦                  ૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ

૬૬૫૧

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના

૮૭૪

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા

૧૨

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ

૧૮૭૧

ક્લોરીન ગોળીઓનું વિતરણ

૧૧૮૧૫

વહીવટી ચાર્જ

૬૯૬૧૫૦

 

(9:49 pm IST)