Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં છોકરીની છેડતીના મામલે થયેલ બબાલમાં ક્રોસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરના રબારીવાસમાં ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના સુમારે છોકરીની છેડતીના મુદ્દે થયેલા મારામારી સંદર્ભે ક્રોસ ફરિયાદ થવા પામી છે. જેને લઈને પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 

મુકેશભાઈ મફતભાઈ દેસાઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ગાયો પાસે અજયભાઈ ચરણભાઈ રબારીની ગાયો આવતાં ગાયો ઝઘડી હતી જે બાબતે ઠપકો આપતાં અજયભાઈ પાવડો લઈને આવી ચઢ્યો હતો અને મુકેશભાઈને ડાબા પગની અંગુઠાની સાઈડમાં મારી દીધો હતો. રજાભાઈ રબારીએ પોતાની પાસેની લાકડી જમણા હાથની કોણી નીચે મારી તેમજ ડાબા પગના ઘુંટણ નીચે મારી દીધી હતી. ચરણભાઈ રબારીએ હાથમાની લાકડી માથા તેમજ છાતીના ભાગે મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રકાશભાઈએ લાકડી મફતભાઈને જમણા હાથના અંગુઠા ઉપર મારીને વચ્ચે પડનાર હસુબેન તથા મીનાબેનને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. 

 

(5:31 pm IST)