Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગાંધીનગર નજીક હારજીતનો જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે 46 હજારના મુદામાલ સાથે દબોચ્યા

ગાંધીનગર:શહેર નજીક રાંધેજામાં તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતાં હોવાની બાતમી પેથાપુર પોલીસને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડતાં છ જુગારીઓ જુગાર રમતાં ઝડપાયા હતા. જેમની પાસેથી ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. 

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ ફુલતી ફાલતી હોય છે પરંતુ હમણાંથી જિલ્લામાં ઠેકઠેકાણે જુગારીઓ બોર્ડ બનાવીને બેસતાં હોય છે ત્યારે પેથાપુર પોલીસ મથકના પીએસઆઈ એ.જી.એનુરકારની સૂચનાના પગલે પોલીસ ટીમ જુગારની પ્રવૃતિ ડામવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્કવોડને બાતમી મળી હતી કે રાંધેજા ગામે મહુડીયાવાળા તળાવમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહયા છે.

(5:28 pm IST)