Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વડોદરાના અકોટા વિસ્તારમાં શો રૂમમાંથી વૃધ્ધનો અછોડો સેરવી ગઠિયો છુમંતર

વડોદરા:શહેરના અકોટા વિસ્તારમાં રહેતા વૃધ્ધ સામાજિક કાર્યકરે રેસકોર્ષ વિસ્તારમાં આવેલા સો રૃમમાંથી ૭૯ હજારનો અછોડો ખરીદીને શટલિયા રિક્ષામાં ઘરે જવા જતા તે સમયે રિક્ષામાં તેઓનો અછોડો સેરવી લેનાર મહિલા સહિતની ત્રિપુટી પૈકીના બેની પોલીસે ધરપકડ કરી હતી.  

અકોટા વિસ્તારના ફેરીલેન્ડ ડુપ્લેક્સમાં રહેતા ૬૮ વર્ષીય સામાજિક કાર્યકર અરવિંદભાઈ પટેલ ગત ૧લી માર્ચેના બપોરે રેસકોર્ષના એક જ્વેલર્સ શો રૃમમમાંથી ૭૯ હજારનો બે તોલાનો અછોડો ખરીદ કર્યો હતો જે તેમણે પુઠ્ઠાની થેલીમાં મુક્યો હતો. તે શટલિયા રિક્ષામાં બેસી ઘરે જતા હતા તે દરમિયાન રિક્ષાચાલક તેમજ સહમુસાફરના સ્વાંગમાં બેઠેલી યુવતી અને એક યુવકે  તેમનો અછોડો થેલીમાંથી સેરવી લીધો હતો અને અરવિંદભાઈને અકોટા સ્ટેડિયમ પાસે ઉતારીને તેઓ ફરાર થયા હતા. આ બનાવની તેમણે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

(5:27 pm IST)