Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાલનપુર વન વિભાગે કાંકરેજ તાલુકામાંથી દરોડા પાડી લાખો રૂપિયાનો ગેરકાયદે કોલસાનો જથ્થો જપ્ત કર્યો

ભીલડી:પાલનપુર વન વિભાગના અધિકારીઓ દ્વારા કાંકરેજ તાલુકાના થરા-ભાભર રોડ ઉપર આવેલ કોલસાના એક ગોડાઉનમાં ઓચિંતી તપાસ કરી લાખો રૃપિયાનો ગેરકાયદેસર કોલસાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવતા કાળા કોલસાના વેપારીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે. કોલસાનો કારો કાળોબાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક ડો. જી.એસ. સિંહાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વન વિભાગની ટીમ દ્વારા કાંકરેજ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ  આવેલા અનેક ગોડાઉનમાંથી કોલસાની બીનકાયદેસર રીતે વેપાર ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ  એક સો મિલને પણ સીલ કરવામાં આવી હતી. થરામાં ભાભર રોડથી થોડે આગળ રાણકપુર બાજુ પાલનપુર, રાધનપુર રોડ પાસે રાત્રિના સમયે વન વિભાગની ટીમ આર.એલ. જલંધરા મદદનીશ વન સંરક્ષક  ટી.એસ. ચૌધરી, થરાદ આર.એફ.ઓ. તેમજ દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, ઈકબાલગઢ સહિતના વન વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા અચાનક થરા ખાતે ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બીનકાયદેસર રીતે  અંદાજે ૧ હજારથી બારસો બોરી કોલસો મળી આવ્યો હતો. જેની અંદાજે કિંમત સાડા ત્રણ લાખ જેટલી થવા જાય છે.

(5:25 pm IST)