Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વડોદરામાં અનોખી ક્રિકેટ મેચ : પેન્‍ટ-ટીશર્ટની જગ્‍યાઅે ખેલાડીઓ ધોતી-ઝભ્‍ભો પહેરીને ક્રિકેટ રમ્યા : સંસ્‍કૃતમાં કોમેન્‍ટ્રી સંભળાવી

વડોદરા: 'અધુના ચતુર્થઃ કન્દુકસમૂહઃ પ્રચત્તિ, કન્દુકક્ષેપકઃ તૃતીયઃ કન્દુકઃ ક્ષપત્તિ, ક્રિડકેન તૃતિયઃ કન્દકે અતીવસુન્દરતયા તાડનમ્ કૃતમ, ચતુર્થઃ ધાવનાંકાઃ સંપ્રાપ્તાઃ' વાક્યો કોઇ વેદમંત્ર કે યજ્ઞા આહૂતિના મંત્રો નથી પરંતુ છે ક્રિકેટ કોમેન્ટરિ. સંસ્કૃતમાં બોલાયેલા વાક્યોનો અર્થ થાય છે કે 'અત્યારે ચોથી ઓવર ચાલી રહી છે. બોલરે ત્રીજો બોલ નાખ્યોબેટ્સમેને ખૂબ સારી રીતે બોલને ફટકાર્યો અને ચાર રન મેળવ્યા'

હા... કોઇ ભૂલ નથી થઇ. ક્રિકેટ કોમેન્ટરિ છે. વડોદરા ખાતે આજે વિશેષ પ્રકારની ક્રિકેટ મેચનું આયોજન કરાયુ હતું જેમાં ખેલાડીઓ ધોતી અને ઝભ્ભા પહેરીને મેદાન પર ઉતર્યા હતા અને કોમેન્ટરિ સંસ્કૃતમાં થઇ હતી. ગુજરાતમાં પ્રકારની મેચ પ્રથમ વખત યોજાઇ હોવાનોં દાવો પણ આયોજકોએ કર્યો હતો. મેચનું આયોજન વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલ ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા કરાયુ હતું. જેમાં આયોજક પાઠશાળાના વિદ્યાર્થીઓની ટીમ અને વડોદરા નજીક આવેલ કાયાવરોહણ ખાતે આવેલ હેડિયા ખંડી સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ વચ્ચે વાઘોડિયા ખાતે ૧૦-૧૦ ઓવરની મેચ યોજાઇ હતી. મેચ ભારે રસાકસી ભરી રહી હતી. હેડિયા ખંડી સંસ્કૃત વિદ્યાલયની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો અને ૧૦ ઓવરમાં વિકેટે ૬૧ રન બનાવ્યા હતા. તેની સામે ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત પાઠશાળાની ટીમે પણ ૯મી ઓવરના ૫માં બોલ સુધી વિકેટે ૬૦ રન બનાવી લીધા હતા. છેલ્લા બોલે બે રનની જરૃર હતી પરંતુ તે બોલ ખાલી જતાં કાયાવરોહણની ટીમનો એક રને વિજય થયો હતો. ઉલ્લેખનિય છે કે પાઠશાળા દ્વારા ક્રિકેટ શબ્દને સંસ્કૃતમાં 'ત્રિકાષ્ટ દંડ-કંદુક ક્રિડા' તરીકે ભાષાંતરીત કરાયો છે. બન્ને પાઠશાળામાં સંસ્કૃત, વેદ અને કર્મકાંડ શિખવા માગતા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા સાથે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.

આવતા વર્ષથી રાજ્યની તમામ પાઠશાળાઓ વચ્ચે ટૂર્નામેન્ટ યોજાશે

વર્તમાન ભારતીય સંસ્કૃતિમાં વિદેશી રમત ક્રિકેટની રમત અભિન્ન અંગ બની ગઇ છે. સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ક્રિકેટ પ્રત્યે લગાવ હોય છે એટલે અમે સંસ્કૃતભાષામાં કોમેન્ટરિ સાથે ઝભ્ભા, ધોતી જેવા પરંપરાગત વસ્ત્રોમાં પણ ક્રિકેટ રમી શકાય તે સાબીત કરવા પ્રકારની મેચનું આયોજન કર્યુ છે. આવતા વર્ષથી ગુજરાતભરની પાઠશાળાના વિદ્યાર્થીઓની ટીમને આમંત્રણ આપીને ટૂર્નામેન્ટનું આયોજન કરાશે. આજની મેચમાં અમદાવાદની સોલા  ભાગવત વિદ્યાપીઠના રૃષી કુમારો હરેશભાઇ શાસ્ત્રી અને મયુરભાઇ જાનીએ સંસ્કૃતમાં કોમેન્ટરિ આપી હતી' એમ આયોજક પાઠશાળાના આચાર્ય બાલકૃષ્ણભાઇ દવેએ કહ્યું હતું.

ક્રિકેટમાં વપરાતા કેટલાક અંગ્રેજી શબ્દોનું સંસ્કૃતમાં ભાષાંતર

ક્રિકેટત્રિકાષ્ટ દંડ-કંદુક ક્રિડા

બોલકંદુક

રનધાવાંક

સ્પિનરબ્રામિક ક્ષેપક

ફાસ્ટ બોલરસિઘ્રક્ષેપક

ફિલ્ડરક્ષેત્રક્ષેપક

ટીમસમૂહ

આઉટપરાશ્ત

(3:07 pm IST)