Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા ઘરવિહોણા લોકોને મકાન આપવા માટેની યોજનામાં કેટેગરી વાઇઝ ફોર્મ બહાર પડાતા વિવાદ

અમદાવાદ,: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે ઇડબલ્યુએસ ફેઝ-૫ની સ્કીમ બહાર પાડીને તેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. વખતે પ્રથમ વખત જનરલ, એસ.ટી., એસ.સી., .બી.સી. માટે અલગ-અલગ ફોર્મ બહાર પડાતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

પહેલા એક ફોર્મ બહાર પડતા હતા જેમાં કેટેગરીની કોલમમાં જે તે કેટેગરી સામે ટીકમાર્ક કરવાનું રહેતું હતું. અને તેમાંથી ડ્રો મારફતે મકાનો ફાળવવામાં આવતા હતા. જેમાં મકાનોની ફાળવણીમાં જાતિગત ભેદભાવને અવકાશ રહેતો નહોતો.

પરંતુ વખતે કેટેગરી વાઇઝ ફોર્મ બહાર પાડવામાં આવતા લોકોમાં મામલે ભારે મુંઝવણ સાથે શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી છે. શું વહિવટી સરળતા ખાતર દરેક વર્ગ માટે અલગ-અલગ ફોર્મ ભરવાનું નક્કી કરાયું છે કે પછી વર્ગ અને જાતિ પ્રમાણેેે અલગ-અલગ જગ્યાએ મકાનો ફાળવવા માટે પ્રકારે ફોર્મ છપાવીને તેની અરજીઓ મંગાવાઇ રહી છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

ઘરની ફાળવણીમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ એમ અલગ-અલગ ફોર્મ તારવીને લોકોને કેટેગરી પ્રમાણે મકાનો ફાળવાશે તેવી ભીતિ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. મકાનોની ફાળવણીમાં વર્ગ અને જાતિ પ્રમાણે સમાજને વિભાજીત કરવાનો બદ ઇરાદો હોવાની શંકા લોકોમાં પ્રવર્તી રહી છે.

(3:06 pm IST)