Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

યાત્રાધામ ડાકોરમાં ફાગણી હોળી પૂનમના મેળા માટે તડામાર તૈયારી : તંત્ર અને પોલીસ સજજ

રાજ્યભર માંથી રિઝર્વ અને રેગ્યુલર પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે બોલાવાયા

ડાકોરમાં હોળીની ફાગણી પૂનમને લઈ પોલીસ તંત્રની કામગીરી પૂર્ણતાને આરે છે.ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને  બોર્ડ ની પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તે વ્યવસ્થા માં ફરજ બજાવી રહ્યા હોઇ ડાકોરની પૂનમનો બંદોબસ્ત ખેડા જિલ્લા પોલીસ માટે આકરો સાબિત થઈ રહ્યો છે.

  રાજ્યભર માંથી રિઝર્વ અને રેગ્યુલર પોલીસ કર્મીઓને ડાકોર પૂનમના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે.આ જે સંસ્થાન હાઈસ્કૂલ ખાતે આ તમામ પોલિકર્મીઓને ફરજ સ્થળની કામગીરી સોંપવામાં આવી હતી.

ગુજરાતનાં પાચ યાત્રાધામોમાં સમાવેશ થતા યાત્રાધામ ડાકોરમાં હાલ ફાગણી હોળી પૂનમનો મેળો અગામી ૧૯,૨૦ અને ૨૧ તારીખે યોજાનાર છે.પરંતુ આમલકી અગિયારસના દિવસથી જ ભક્તોની ભીડ આવવાની શરૂ થઈ ગઈ છે. આ મેળા દરમિયાન ડાકોરના ઠાકોર રણછોડજીના હાજરો શ્રદ્ધાળુઓએ પદયાત્રા દ્વારા ડાકોર તરફ પ્રયાણ કર્યું છે

(1:23 pm IST)