Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભા ઉમેદવારની સેન્સ લેવાતી હતી ત્યારે જ આવી ગયા BJPના ઉમેદવાર ઝપાઝપી પર

ટિકિટ માટે ઘમસાણ વલસાડમાં તૂતૂ-મૈંમૈં પણ ઊતરી આવેલા ઉમેદવારો

વલસાડ, તા.૧૮: સૌથી શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરતી BJPની આબરૂના લીરા ગઇ કાલે વલસાડમાં ઊડયા હતા. લોકસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી પહેલાં લેવામાં આવતી સેન્સ માટે નિરીક્ષકોની પેનલ વલસાડ પહોંચી ત્યારે સરદાર ભીલાડવાળા બેન્કના ચેરમેન શરદ દેસાઇ અને મેનેજિંગ ડિરેકટર કમલેશ પટેલ નિરીક્ષકોને મળવા જતા હતા ત્યારે તેમનેBJPના સ્થાનિક પ્રમુખ રાજેશ પટેલે રોકતાં શરૂઆતમાં ચડસાચડસી અને એ પછી ભૂંડી ગાળો સુધી વાત પહોંચી ગઇ અને છેલ્લે તો બધા એકબીજા સાથે ઝપાઝપી પર પણ આવી ગયા હતા. બહાર ચાલી રહેલી આ અફરાતફરીનો અવાજ એટલો મોટો થઇ ગયો કે અંદર બેઠેલા નિરીક્ષકોએ બહાર આવી ગયા હતા અને નિરીક્ષકોએ બધુ કામ પડતું મૂકીને પહેલાં મારમારી પર ઊતરી આવેલા આ BJPના સિનિયર લીડરોને રોકવાનું કામ કરવું પડયું હતું.

ઝઘડી પહેલા બન્ને કાર્યકરોનો સંપર્ક કરતાં તેમણે આ બાબતમાં કશું કહેવાનો ઇન્કાર કરીને મોબાઇલ સ્વીચઓફ કરી દીધો હતો. જયારે ગુજરાતBJPના પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 'આ બહુ નાની વાત છે. આવા મતભેદ ટિકિટ વિતરણ પછી તમને કયાંય જોવા નહીં મળે, એ જ BJPની ખાસિયત છે.'(૨૨.૨)

(11:19 am IST)