Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભરૂચમાં જયોતિનગર વિસ્તારમાં જવેલરી શોપમાંથી ૧ લાખના મંગલસુત્રની ચોરી:ઘટના સીસીટીવીમાં કેદ

ગ્રાહકના સ્વાંગમાં એક પુરુષ અને બે મહિલાએ મંગળસૂત્ર તફડાવ્યું

ભરૂચના સી ડિવિઝન વિસ્તારમાં આવેલ જ્યોતિનગરમાં જવેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક પુરૂષ અને બે મહિલા દ્વારા  ૧ લાખના સોનાના મંગળસૂત્રની ચોરી કરાઇ હોવાની ઘટના બનતા ચકચાર મચી પામી છે.

 આ અંગ મળતી વિગત મુજબ જ્યોતિનગર પાસેના એક જ્વેલરી શોપમાં એક પુરૂષ અને એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદાર પાસે એક પછી એક ઘરેણાં જોવા માંગ્યા હતા. દુકાનદાર દાગીના બતાવવા અન્ય કબાટમાંથી બહાર કાઢવા જતા તેની નજર ચુકવીને રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી કરી આ ત્રણેવ વ્યક્તિઓ દુકાનમાંથી જતા રહ્યા હતા

     આ ઘટનાની જાણ દાગીના પરત કબાટોમાં ગોઠવવા જતા દુકાનદારને થતાં તેણે તુરંત પોતાની દુકાનમાં રહેલ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે દુકાનદારની ફરીયાદ નોંધી હતી. પોલીસે દુકાન માંથી સી.સી.ટી.વી ફૂટેજ મેળવી ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ ટોળકીની શોધ આરંભી છે

(8:48 am IST)