Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમદાવાદમા પાસના સ્નેહમિલનમાં છૂટાહાથની મારામારી અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે ઘર્ષણ :બેનરમાં અલ્પેશ કથિરિયાનો ફોટો નહિ મુક્ત ભારે રોષ ફેલાયો :હાર્દિક અને કોંગ્રેસ હાય હાય ના નારા લાગ્યા

અમદાવાદમાં પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં છૂટાહાથની મારામારીની ઘટના બની છે જેમાં હાર્દિક પટેલ હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા.જાણવા મળ્યા મુજબ પાસના આ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલના જુથના લોકો વચ્ચે મારામારી સર્જાઈ છે.

  જાણવા મળ્યા મુજબ ગોતાના પ્રસંગ પાર્ટી પ્લોટમાં પાસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાર્દિક પટેલ પણ હાજર થયો હતો,પાસ સ્નેહ મિલન કાર્યક્રમના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો ન હતો, માત્ર હાર્દિકનો ફોટો જ જોવા મળતા અલ્પેશ કથિરીયાના સમર્થકો રોષે ભરાય અને હાર્દિક હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા  ત્યારબાદ લઈ હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા છે.

(7:40 pm IST)