Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભગવાન જગન્નાથજીનું મામેરૂ કરવા માટે શાહીબાગના યજમાન કાનજીભાઈ પટેલને 20 બાદ બાદ મળ્યો અવસર : લાગ્યો નંબર

ભગવાન જગન્નાથ મોસાળ પહોંચતા સરસપુર વસીઓમાં અનોખો ઉત્સાહ

 

અમદાવાદ: ભગવાન જગન્નાથ જીની અષાઢી બીજના પવિત્રદીવસે રથયાત્રા નીકળશે ત્યારે શાહીબાગના યજમાનને  ભગવાનનું મામેરું કરવા 20 વર્ષ બાદ નંબર લાગ્યો છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી સરસપુર મામાના ઘરે પધાર્યા છે. જ્યાં મોસળવાસીઓએ બેન્ડવાજા સાથે વાજતે ગાજતે ભાણેજ નું સ્વાગત કર્યું છે.

શોભાયાત્રા માં ભગવાન ના મામેરાના યજમાન કાનજી ભાઈ પટેલ જોડાયા હતા. તેઓ જણાવ્યું કે, મામેરા માટે 20 વર્ષ પહેલાં નામ લખાવ્યું હતું તે વખતે નંબર લાગ્યો છે. ભગવાન જગન્નાથ મોસાળ પહોંચતા સરસપુર વસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. સૌ કોઈએ ફટાકડા ફોડી અને ગરબા અને નાચગાન સાથે સ્વાગત કર્યું. વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી નગરયાત્રા કરીને ભક્તો ને દર્શન આપે છે ત્યારે સરસપુર વાસીઓ પણ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું મોસાળું કરવા અધીરા બન્યા છે.

(1:00 am IST)
  • આંતરરાષ્ટ્રીય ટેરર ફિનાન્સિંગ વોચડોગ તરફથી પાકિસ્તાનને ૨૭ જેટલા પગલાં લેવા માટે નિર્દેશો કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન તેમાંથી ૨૫ જેટલા એકશન પોઈન્ટ્સ કમ્પ્લીટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનું જાહેર થયું છે. access_time 1:04 pm IST

  • અમિતભાઇ શાહ રાજયસભાની ચૂંટણી પહેલા ગુજરાત આવશે : ઇન્કમટેકસ બ્રિજનું કરશે લોકાર્પણઃ ૩ જુલાઇએ આવશે અમદાવાદઃ ૪ જુલાઇએ જગન્નાથ મંગળા આરતીમાં લેશે ભાગઃ જન સંપર્ક કાર્યાલયનો પણ કરાવશે પ્રારંભ access_time 3:59 pm IST

  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST