ગુજરાત
News of Monday, 17th June 2019

ભગવાન જગન્નાથજીનું મામેરૂ કરવા માટે શાહીબાગના યજમાન કાનજીભાઈ પટેલને 20 બાદ બાદ મળ્યો અવસર : લાગ્યો નંબર

ભગવાન જગન્નાથ મોસાળ પહોંચતા સરસપુર વસીઓમાં અનોખો ઉત્સાહ

 

અમદાવાદ: ભગવાન જગન્નાથ જીની અષાઢી બીજના પવિત્રદીવસે રથયાત્રા નીકળશે ત્યારે શાહીબાગના યજમાનને  ભગવાનનું મામેરું કરવા 20 વર્ષ બાદ નંબર લાગ્યો છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી સરસપુર મામાના ઘરે પધાર્યા છે. જ્યાં મોસળવાસીઓએ બેન્ડવાજા સાથે વાજતે ગાજતે ભાણેજ નું સ્વાગત કર્યું છે.

શોભાયાત્રા માં ભગવાન ના મામેરાના યજમાન કાનજી ભાઈ પટેલ જોડાયા હતા. તેઓ જણાવ્યું કે, મામેરા માટે 20 વર્ષ પહેલાં નામ લખાવ્યું હતું તે વખતે નંબર લાગ્યો છે. ભગવાન જગન્નાથ મોસાળ પહોંચતા સરસપુર વસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. સૌ કોઈએ ફટાકડા ફોડી અને ગરબા અને નાચગાન સાથે સ્વાગત કર્યું. વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી નગરયાત્રા કરીને ભક્તો ને દર્શન આપે છે ત્યારે સરસપુર વાસીઓ પણ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું મોસાળું કરવા અધીરા બન્યા છે.

(1:00 am IST)