Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આણંદ નજીક પોલીસે છાપો મારી 82 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ:શહેર પોલીસે આજે સાંજના સુમારે ગામડી ગામના બાર વીઘાં ખાતે આવેલા નીલગીરીના ખેતરમાં છાપો મારીને ૮૨૩૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલા ડી સ્ટાફને હકીકત મળી હતી કે, ગામડી ગામના બાર વીઘાં પાછળ આવેલા નીલગીરીના ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામા ંઆવ્યો છે જેને લઈને પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૂની ૧૧૭ મોટી બોટલો તેમજ ૩૮૪ ક્વાર્ટરીયા મળીને કુલ ૮૨૩૦૦ની મત્તાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિદેશી દારૂનો જથ્થો ગામડીમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરનાર રાણીયા નામના શખ્સનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. 
 

(5:03 pm IST)