Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સરસ્વતી માતાની સાનિધ્યમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલના કે.જી.ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ યોજાયો.

શિક્ષિકા બહેનોએ બાળકોને ભાલે કુંમકુંમનો ચાંદલો કરી આવકાર્યા

અમદાવાદ તા. ૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ઇન્ટરનેશનલ સ્કુલના કે.જી.તથા પ્રાથમિક શાળામાં નૂતન પ્રવેશ પામેલ નાના વિદ્યાર્થીઓનો સરસ્વતી માતાની સાનિધ્યમાં શાળા પ્રવેશ યોજાયો હતો.

  શાળા પ્રવેશ પૂર્વે, શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્મા કુમારે અને શિક્ષિકા બહેનોએ ભારતીય પરંપરા પ્રમાણે બાળકોને ભાલે કુંમકુમનો ચાંદલો કરી, પ્રસાદી રુપ લાડુ મુખમાં મૂકી પૂર્ણકુંભ સાથે બાળકોને ભગવાન શ્રી સ્વામિનારાયણના જયનાદ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

  કેટલાય બાળકોએ સાથે લાવેલ નાળિયેર તથા સાકરના પડો સરસ્વતી માતાની આગળ ધરાવવામાં આવ્યો હતો.

(4:12 pm IST)