Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

વલસાડના ગુંદલાવના યુવકે પત્ની પિયર ચાલી જતા ઝેરી દવા ગટગટાવી

વલસાડ નજીકના ગુંદલાવ ગામના યુવકે પત્ની પિયર ચાલી જતા ઝેરી દવા ગટગટાવી છે ગુંદલાવના ઉજ્જવલ નગરમાં ક્રિષ્ણા કોમ્લેક્ષમાં રહેતો 33 વર્ષીય સચીન મોહન યાદવે શુક્રવારે સવારે તેની પત્ની પિયર ચાલી જતાં તેને મનદુ:ખ થતાં તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી. સચીનના બાળકોમાં બે દિકરી છે. જેમાં એકને તેની પત્ની સાથે લઈ હતી. જ્યારે એક તેની પાસે છે. સચીનને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કર્યો હતો.આ અંગે સિવિલના તબીબે પોલીસને જાણ કરી હતી.

(11:55 am IST)