Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ઉત્તર ભારતીય સમાજના લોકોના દ્વારા કચ્છના ગાંધીધામમાં રેલ રોકો આંદોલનઃ હોલિડે સ્‍પેશ્યલ ટ્રેનની માંગણી પૂર્ણ કરવા રજૂઆત

ગાંધીધામઃ કચ્છમાં ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન પર રેલ રોકો આંદોલન કરાયું હતું. પ્રદર્શનકારીઓએ આજે ગાંધીધાન રેલવે સ્ટેશનને બાનમાં લઈને દેખાવો કર્યા હતા. ઉત્તર ભારતીય સમાજના લોકોએ માંગણી કરી હતી કે, ઉત્તર ભારતને જોડતી સીધી હોલિડે સ્પેશિયલ ટ્રેન તેમને મળે, જેથી તેમને અવરજવરમાં સુવિધાયુક્ત બની રહે. આ માંગણી અંતર્ગત ગાંધીધામ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમને દેખાવો કર્યા હતા. તેમજ તેમણે રેલ રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે રેલ રોકવાનો પ્રયાસ થતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો રહે છે. ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ ઉત્તર ભારતને જોડતી સીધી હોલિડે સ્પેશિયલ ટ્રેનની માંગણા કરી રહ્યો છે.

(8:16 pm IST)