Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત હોવા છતાં દલિત યુવકોઅે વડોદરામાં ભાજપના આગેવાનોને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ કરતા અટકાવ્યાઃ કેન્‍દ્રીય મંત્રી મેનકા ગાંધીની ઉપસ્‍થિ‌તિ

વડોદરાઃ વડોદરામાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિતે પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જો કે, પોલીસના ચુસ્‍ત બંદોબસ્ત વચ્‍ચે પણ દલિત યુવકોઅે ભાજપના આગેવાનોને પુષ્‍પાંજલિ કરતા અટકાવ્યા હતાં. ઉગ્ર બનેલી મહિલા પ્રદર્શનકારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.

હોબાળા વચ્ચે  કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય સહિત અનેક કાર્યકરોએ પુષ્પાંજલિ કરી હતી. તો સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર ભરત ડાંગરે પણ પુષ્પાંજલિ કરી હતી. આ વચ્ચે ભાજપના કાર્યક્રો અને દેખાવો કરી રહેલા કાર્યક્રો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કેન્દ્રીય મંત્રીની હાજરી તેમજ હોબાળાની શક્યતાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે બાબ સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ભાજપ દ્વારા બંધારણ સન્માન યાત્રા કાઢવામા આવી હતી. જેમા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સહિત અને ક નેતાઓ આ યાત્રામાં જોડાય હતા. બીજી તરફ દલિત નેતા જીગ્નેશ મેવાણી  દ્વારા 14મી ઓક્ટોબરના રોજ ભાજપના નેતાઓનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સાથે સાથે મેવાણીએ એવી પણ  અપીલ કરી છે કે આ વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવો. બીજેપીના નેતાઓ જ્યારે જો. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવા આવે ત્યારે તેમને કાળા વાવટા બતાવી વિરોધ કરવો.

બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા સહિત રાજનીતિક દળ આ અવસર પર આયોજન કરી રહ્યા છે. આંબેડકર જયતિ પર રાજકારણને રિઝવવા દલિતો પ્રયાસ કરી રહ્યા છે. તો ગૃહમંત્રીએ આ અવસર પર રાજકારણની બબાલ ન થાય તે માટે એનેક જગ્યા એલર્ટ જાહેર કર્યુ છે.

(6:29 pm IST)