Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરાના માંડવી વિસ્તારમાં પુરાતત્વ વિભાગની કચેરીમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

વડોદરા: શહેરના અત્યંત ગીચ વિસ્તારમાં આવેલી પુરાતત્વ વિભાગની કચેરીમાં આજે સવારે લાગેલી આગના બનાવના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માંડવી ચાંપાનેર રોડ પર આવેલી ભારતીય પુરાતત્વ વિભાગની કચેરી ના ત્રીજા માળે આજે સવારે કર્મચારીઓ કામ શરૂ કરે ત્યાં એસીમાંથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

બનાવના પગલે ઓફિસના કર્મચારીઓ નીચે ઉતરી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઓફિસોમાં ફેલાયેલા ધુમાડા બહાર કાઢવા તેમજ બીજી તરફ આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

ફાયર બ્રિગેડ આવે તે પહેલા એક કર્મચારી ઉપર ફસાયો હોવાથી પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેને મોઢે રૂમાલ બાંધી નીચે ઉતરી જવા જણાવતા કર્મચારી સલામત રીતે નીચે આવી ગયો હતો. જેથી બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

(5:28 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST

  • ચૈત્રી નોરતાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી મોદીએ આજથી 9 દિવસના ઉપવાસ શરૂ કર્યા : આ અગાઉ 2014 ની સાલમાં અમેરિકા ગયા હતા ત્યારે પણ નવરાત્રી હોવાથી ઉપવાસ કર્યા હતા : આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ઉપવાસ ચાલુ : શક્તિના ઉપાસક શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 40 વર્ષથી બંને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે access_time 12:43 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST