Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બોરસદ: બજારમાંથી પસાર થતા ટેમ્પામાં અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી: ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

બોરસદ: શહેરના ભરચક એવા સરદાર ચોક ફુવારા વિસ્તારમાંથી પસાર થતા મીની ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. બોરસદ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનાને લઇ ટ્રાફિકજામ સર્જાયો હતો. 

મળતી વિગતો અનુસાર બોરસદ શહેરના અતિ ભરચક વિસ્તાર એવા સરદાર ચોક ફુવારા પાસેથી સવારના સુમારે મીની ડિલિવરી ટેમ્પો પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પોમાં આગળના ભાગે ધુમાડાના ગોટા નીકળતા ડ્રાયવર સમયસુચકતા વાપરીને નીચે ઉતારી ગયો હતો. ટેમ્પોમાં અચાનક આગ લાગતા બજારમાં ખરીદી કરવા આવેલ લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી સ્થાનિકોએ દુકાનોના પાણીના જગને આગ પર નાખી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબૂ આવી ન હતી જેને લઇ બોરસદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટર દોડી આવ્યું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાયું હતું, રસ્તા વચ્ચે જ ટેમ્પોમાં આગ લાગતા માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. 

 

(6:26 pm IST)