Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સુરત આઇટી વિભાગ દ્વારા એરપોર્ટ પરથી ડાયમંડ વ્યવસાયીને 12 લાખની રોકડ સાથે ઝડપવામાં આવ્યો

સુરત:ઇન્કમટેક્સ વિભાગની ટીમે આજે સુરત એરપોર્ટ પરથી એક ડાયમંડ વ્યવસાયીને રૂ.૧૨ લાખની રોકડ રકમ સાથે ઝડપીને પુછપરછ હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે. રોકડ રકમ અંગે પ્રવાસી પાસેથી હિસાબી દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. આ પ્રવાસી કોલકતામાં ડાયમંડ ફેરમાં ભાગ લઇને પરત આવ્યો હતો.

ઇન્કમટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કોલકોત્તા ખાતે યોજાયેલા એક ડાયમંડ ફેરમાં સ્ટોલ ધરાવતા સુરતના  સમીર નામના એક ડાયમંડ વ્યવસાયીની એરપોર્ટ પર તહેનાત ઇન્કમટેક્સ અધિકારીની એક ટીમ દ્વારા તલાશી દરમિયાન ડાયમંડ જ્વેલરી સહિત  રૂ.૧૨ લાખની રોકડ મળી આવી છે. જેથી આયકર અધિકારીઓની ટીમે ડાયમંડ વ્યવસાયી પાસેથી મળેલી રોકડ રકમ અંગેના હિસાબી દસ્તાવેજો માંગીને વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરી છે.

(6:24 pm IST)