Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અમિતભાઈનો કાલે કલોલમાં રોડ શોઃ કાર્યકર્તાઓ સાથે બેઠક

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મતદારોનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા લોક સંપર્ક

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ કાલે રવિવારે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં કલોલ શહેરમાં રોડ- શો યોજી મતદારોનો સંપર્ક કરશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ શાહે ઘાટલોડિયા અને નારાયણપુરા વિધધાનસભા મતક્ષેત્રમાં રોડ- શો યોજયો હતો.

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આ ચાર વિધાનસભા ઉપરાંત અમદાવાદ ગ્રામ્યની સાણંદ અને ગાંધીનગર જિલ્લાની કલોલ અને ગાંધીનગર ઉત્તર એમ સાત વિધાનસભાઓનો સમાવેશ થાય છે. કલોલ અને ગાંધીનગર ઉત્તરએ બંને વિધાનસભા બેઠકો હાલમાં કોંગ્રેસના ધારાસભ્યો પાસે છે.

અમદાવાદ શહેરમાં પ્રચાર અભિયાન તેજ કર્યા બાદ ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહે કાલે કલોલ શહેરમાં રોડ- શો યોજશે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં  ૧૨ મોટાગામોના કાર્યકર્તાઓ સાથે રાંધેજામાં બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

(3:56 pm IST)