Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિયુટ દ્વારા અમદાવાદમાં કાર્ડીયાક સંબધિત સમસ્યાઓની સારવારને નવેસરથી પરિભાષિત કરશે

(કેતનખત્રી) અમદાવાદઃ અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિયુટ કાર્યદક્ષ સારસંભાળ માટે અત્યાધુનિક ઉપકરણ અને તબીબી સારસંભાળની સુવિધાઓ સાથે ગુજરાતમાં ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી કાર્ડિયાક સુવિધાઓની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે . જેમાં ડોે. સમીર દાણીના નેતૃત્વમાં અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિયુટ  અપોલોના ધારાધોરણો પ્રસિધ્ધ કાર્ડયોલોજીસ્ટ   વીસ્કયુલર સર્જન અને ઇન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ  દ્વારા સંવેદનાભેર વૈશ્વિક કક્ષાની સારસંભાળ ગુજરાત અને ભારતના લોકોને પ્રદાન કરશે. અપોલો હાર્ટ ઇન્સ્ટિટયુટનું દિપ પ્રાગટ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ડો. પ્રતાપ રેડ્ડી (ચેરમેન અપોલો હોસ્પિટલ ગ્રુપ) ડો.પ્રિયા રેડ્ડી (વાઇસ ચેરપર્સન અપોલો હોસ્પિટલ ગ્રુપ ડો. રાજીવ મોદી, સીએમડી, કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લીમીટેડ અને ડો. સમીર દાણી (ડાયરેકટર) હાજર રહયા હતા.

અપોલો  સીવીએચએફ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરતાં અપોલો હોસ્પિટલ ગ્રુપના ચેરમેન ડો. પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતુ કે અપોલો હોસ્પિટલની ઉદેશ ભારતના વિવિધ વિસ્તારમાં રહેતા જુદી-જુદી આર્થિક ક્ષમતા ધરાવતા લાખો દર્દીઓને આંતરરાષ્ટ્રીય હેલ્થકેર પ્રદાન કરવાની સાથે જ નવીનતા નિદાનની સેવાઓ અને અત્યાઆધુનિક સંશોધનમાં લીડરશીપ જાળવવા અને ઉત્કૃષ્ટતા હાસંલ કરવી સતત પ્રયત્ન શીલ રહયા છીએ પ્રથમ વખત અપોલો ગ્રુપ સંપૂર્ણ કાર્ડિયાક કેર સુવિધાઓ પ્રદાન કરવા પાર્ટનર સાથે સાથ મીલાવ્યા છે.

 ડાયરેકટર ડો.સમીર દાણીએ જણાવ્યું  કહયુ કે ભારતમાં હેલ્થકેર ક્ષેત્રમાં લીડર/પથપ્રદર્શક અપોલો હોસ્પિટલ સાથે જોડાણ  કરવાનો અમને ગર્વ છે. દરેક કાર્ડીયોલોજીસ્ટ એના દર્દીઓ માટે સ્વચ્થ હૃદય, સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાનું સ્વપ્ન સેવે છે. પણ કાળ એક જ વ્યકિત કરી શકેે. આ માટે સંપૂર્ણ ટીમની અને  અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિયુટ  જેવી સંસ્થા સ્થાપીત કરવાની જરૂર છે.

(3:52 pm IST)