Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

વિરમગામમાં ધરાવાળા આઈ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

પાટોત્સવ નિમિત્તે આઈ શ્રી ખોડીયાર મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો

વિરમગામ : ઐતિહાસિક વિરમગામ શહેરમાં  મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે આવેલા ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવની કારતક સુદ પૂનમના પાવન દિવસે ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

  . પાટોત્સવ નિમિત્તે આઇ શ્રી ખોડીયાર માતાજીની મુર્તિનો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી ભક્તો ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે ઉમટયા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ નિમિત્તે ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે સવારમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રી ફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે મહા આરતી કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે પાટોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

(6:51 pm IST)