Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

આણંદના ગોધરા રેલવે પ્લેટફોર્મ પર મધ્યરાત્રીના સુમારે બે ભિક્ષુકો પર ત્રણ શખ્સોનો બ્લેડથી જીવલેણ હુમલો: પાંચ હજારની લૂંટથી ચકચાર મચી જવા પામ્યો

આણંદ: શહેરના ગોધરા રેલવે પ્લેટફોર્મ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના સુમારે બે ભિક્ષુકો ઉપર ત્રણેક જેટલા શખ્સોએ બ્લેડથી હુમલો કરીને રોકડા ૪ થી ૫ હજારની લૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ અંગે હજી સુધી રેલવે પોલીસ મથકે કોઈ ફરિયાદ થવા પામી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરનું ગોધરા રેલવે પ્લેટફોર્મ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે. આ પ્લેટફોર્મ ઉપર મોટાભાગે ભિક્ષુકો રાતવાસો કરતા હોય છે. ગઈકાલે એક વૃધ્ધ ભિક્ષુક દિવસભર માંગીને એકત્ર કરેલી રોકડ રકમ ગણી રહ્યો હતો ત્યારે સાડા બારેક વાગ્યાના સુમારે ત્રણેક જેટલા શખ્સો આવી ચઢ્યા હતા અને વૃધ્ધ કાંઈ સમજે તે પહેલા એક શખ્સે પોતાની પાસેની બ્લેડ કાઢીને ગાલના ભાગે ઘસરકો કરી દેતાં વૃધ્ધ હેબતાઈ ગયા હતા એ સાથે જ તેમના હાથમાંથી રોકડા ૪ થી ૫ હજાર લૂંટી લીધા હતા. એકાએક બનેલી ઘટનાથી નજીકમાં જ સુતેલો બીજો ભિક્ષુક જાગી જતાં તેને પણ નાકના ભાગે બ્લેડ મારી દેતાં બન્ને લોહીલુહાણ થઈ ગયા હતા.

(5:58 pm IST)