Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અમિત જેઠવા હત્યા કેસ : પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની અરજીને હાઇકોર્ટ ગ્રાહ્ય રાખી:

સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકરાઈ છે

અમદાવાદ: આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટના ચુકાદાને પડકારતી રિટ હાઇકોર્ટમાં કરી છે. સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકરાઈ છે. સીબીઆઇ કોર્ટે દિનુ બોઘા સોલંકી અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, 2010માં હાઈકોર્ટની સામે થયેલી RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદ તથા 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેસમાં મહત્વના આરોપી એવા દીનુ બોઘા સાંસદને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અમિત જેઠવાના પરિવારને 11 લાખની સહાય પણ આપવા આદેશ કર્યો હતો. અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીઓને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી હતી. તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સાથે 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. અગાઉ આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદની સીબીઆઈ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ કેસમાં શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષી જાહેર કર્યા હતા. જેમને આજીવન કારાવાસની સજા ફટકારી હતી

વર્ષ 2010માં હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. કેસમાં ગુજરાત પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના સાંસદના ભત્રીજા શિવા સોલંકી અને શાર્પ શુટર શૈલેષ પંડયા સામેલ હતા. જેને કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવતા સાંસદ દીનું બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ પણ કરવામાં આવી હતી. મામલે હાઇકોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

(11:42 pm IST)