Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અંબાજી મંદિરમાં માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ

અંબિકા માતાજીના મંદિરમાં યંત્રના પાટોત્સવનું આયોજન કરાયું

અંબાજી : ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા છે. આજે કારતક માસની ચૌદશ એટલે અંબિકા માતાજીના મંદિરમાં યંત્રના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબેમાને સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ ભક્તો દ્વારા ભંડારામાં આવેલ સોનાને એકઠું કરી સોનાના ઝાંઝર બનાવવામાં આવ્યા હતા. જે માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિરના ટ્રસ્ટ દ્વારા આજે માતાજીને સોનાના ઝાંઝર અર્પણ કરાયા હતા. આવતી કાલે દેવદિવાળી તે પૂર્વે માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા હતા.

(9:44 pm IST)