Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કરજણમાંથી પસાર થતી ટ્રકમાંથી 43 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

કરજણ: ગામાંથી પસાર થઇ રહેલી ઇગ્લીશ દારૃની પેટીઓ ભરેલી એક ટ્રકને બાતમીના આધારે એલસીબીની ટીમે ઝડપી તેના ડ્રાયવર અને ક્લીનરની ધરપકડ કરી છે. રૃા.અડધા કરોડ ઉપરાંતનો દારૃ અને મુદ્દામાલ ઝડપી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં એલસીબીએ મોટો જથ્થો પકડી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
વડોદરાના માથાભારે અસલમ બોડીયાની ઇનોવા કારમાં ઇંગ્લીશ દારૃ લઇ જતાં એલસીબી એ ઝડપી પાડયાની શાહી સુકાઇ નથી ત્યાં ભરૃચ તરફથી પંજાબ પાસીંગની મોટી ટ્રકમાં તાડપત્રી ઢાંકી લઇ જવાઇ રહેલો ઇંગ્લીશ દારૃનો જથ્થો ઝડપાયો છે આ ટ્રક કરજણ ભરથાણા ટોલ નાકું પાસ કર્યા બાદ ભારત કોટનવાળા ત્રણ રસ્તાથી કરજણ ગામમાં પ્રવેશી રેલવે બ્રિજ ઊતરી કરજણ અણસ્તુ પાદરા રોડ પર આવેલા ધ્યાન વિદ્યાલયના ટર્નીંગ પાસે વોચમાં ઊભેલી એલસીબી ટીમે ટ્રક આવતાં અટકાવી હતી પૂછપરછ કરતાં તેનો ચાલક ગલ્લાં તલ્લા કરવા માંડતાં પોલીસે ઢાંકેલી તાડપત્રી ખોલી હતી.
જેમાં ઇંગ્લીશ દારૃની ૯૧૧ પેટીઓ પોલીસને હાથ લાગી હતી.રૃા.૪૩,૭૨૮૦૦ છે. જ્યારે ટ્રકની કિંમત રૃા.દશ લાખ બેમોબાઇલની કિંમત રૃા.છ હજાર અને તાડપત્રીની કિંમત રૃા.૧૦૦ મળી કુલ રૃા. ૫૩,૭૮૯૦૦ના મુદ્દામાલ સાથે તેના ડ્રાયવર અને ક્લીનરની અટકાયત કરી છે. જેમાં સુરજસીંગ પાલસીંગ ગીલ (જાટ) રહે ઇટાબદી, પીન્ડ થાણા- ભોગપુર તા.માણકરાઇ જી. જલંધર (પંજાબ) તથા રણજીતકુમાર ઉર્ફે જીતા માલરામ વાલ્મીક રહે. ચકચંડુ છપડ પાસે થાણા ભોગપુર તા. માણકરાઇ જિ. જલંધર (પંજાબ) ની અટકાયત કરી છે. કુલ ૯૧૧ પેટીમાં ૧૦૯૩૨ બોટલો છે.
ઇંગ્લીશ દારૃનો જથ્થો ભરાવી મોકલનાર અને મંગાવનાર આરોપીઓમાં નામ સરનામા મેળવવા પોલીસે અટકાયતીઓના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ જથ્થો કરજણથી પાદરા જતા રોડ પર થઇ બોરસદ વાળા રસ્તે લઇ જવાનો હોવાનું બહાર આવ્યું છે. જોકે એલસીબીએ ત્યાર પહેલાં જ ખેલ પાડતાં બુટલેગરનો દાવ નિષ્ફળ ગયો હતો.

 

(6:27 pm IST)