Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સોજીત્રામાં વરલી મટકાનો જુગાર રમતા બે ઈસમોની 7900ના મુદામાલ સાથે અટકાયત

સોજીત્રા:પોલીસે આજે બપોરના સુમારે શાકમાર્કેટ પાસે આવેલી યુનિયન બેંક પાસે વરલી મટકાનો જુગાર રમાડતાં બે શખ્સોને ઝડપી પાડીને કુલ ૭૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર સોજીત્રા પોલીસને માહિતી મળી હતી કે, સલીમ ઉર્ફે રાજુ દાંતરો ગુલામનબી વોરા શાકમાર્કેટ પાસે વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં સમીરભાઈ અબ્દુલભાઈ વોરા (સોજીત્રા)તથા બળવંતસિંહ છત્રસિંહ સીસોદીયા (ડભોઉ)ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે સલીમ ઉર્ફે રાજુ દાંતરો ફરાર થઈ જવા પામ્યો હતો. 

પોલીસે બન્નેની પાસે આંકડાની સ્લીપો, રોકડા ૬૯૦૦ તથા એક મોબાઈલ મળીને કુલ ૭૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(6:27 pm IST)