Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

દહેજની માંગણી કરી આણંદની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ:ની પરિણીતા પાસે તેના પતિ, સાસુ અને સસરા દ્વારા દહેજમાં પાંચ લાખની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર નરસંડા ઈન્દિરાનગરીમાં રહેતી અપ્સાનાબાનુ ઐયુબખાન પઠાણના લગ્ન ગત તારીખ ૨૬-૧૧-૨૦૧૭ના રોજ આણંદ ખાતે રહેતા નવાબખાન યાકુબખાન પઠાણ સાથે થયા હતા. 

શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ, સાસુ નઝમાબીબી તથા સસરા યાકુબભાઈ દ્વારા કરિયાવરમાં કાંઈ આપ્યુ નથી તેમ જણાવીને એલઈડી ટીવી, ફ્રીજ તેમજ ફોર વ્હીલર લાવવા માટે પાંચ લાખની માંગણી કરી હતી. જે માંગણી ના સંતોષાતા તેણી પર ત્રાસ ગુજારીને કેરોસીન છાંટી જીવતી સળગાવી મારવાની ધમકી આપી હતી.

(6:26 pm IST)