Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વડોદરામાં બોયફ્રેન્ડ સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગયેલી યુવતિ પર થયેલા સામુહિક દુષ્‍કર્મ કેસની ઘટનામાં નવો વળાંકઃ પીડિતાઅે કહી દીધું કે, દુષ્‍કર્મ થયો જ નથી

વડોદરાઃ બોયફ્રેન્ડ સાથે જન્‍મ દિવસની ઉજવણી કરવા ગયેલી યુવતી પર સામુહિક દુષ્‍કર્મ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પીડિતાઅે દુષ્‍કર્મ થયું ન હોવાનું કહેતા ભારે ચર્ચા જાગી છે.

યુવતી અને પરિવારજનોએ પોલીસ પૂછરપછમાં કહ્યું હતુ કે, યુવતી પર ગેંગરેપ થયો જ નથી. વડોદરા શહેરના નવલખી મેદાનમાં ગત સોમવારના રોજ મિત્રની બર્થ-ડે હોવાથી તેની સાથે બેઠેલા યુવક પાસે ત્રણ શખ્સો ધસી આવ્યાં હતા. અને પોતે સીક્યુરીટીના માણસો હોવાનો રોફ ઝાડી સોના ચાંદીની વીટી અને 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 16 હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે રાવપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર રહેતો યુવક ગત સોમવારના રોજ તેની મિત્રનો જન્મ દિવસ હોવાથી તેની સાથે નવલખી મેદાનમાં બેઠો હતો. દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. અને પોતે સિક્યુરીટીના માણસો હોવાનો રોફ ઝાડી યુવકને બીભત્સ ગાળો બોલી તેની પાસેનો સેમસંગ અને એચપી કંપનીનો મોબાઇલ ફોન તેમજ 2 વીટી અને ચેઇન મળી કુલ રૂ. 16 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. 

નવલખી મેદાનમાં બોયફ્રેન્ડ સાથે બેઠેલી યુવતી પાસે ધસી આવેલા ત્રણ શખ્સોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ યુવતી તેના બોયફ્રેન્ડ સાથે રસ્તા પર આવી પહોંચ્યાં હતા. ત્યાં યુવકને તેનો એક મિત્ર મળતા તેના મોબાઇલ ફોનથી અન્ય મિત્રોને બોલાવી બનાવની જાણ કરી હતી. જેથી મિત્રએ પોલીસ ફરીયાદ કરવા અંગે જણાવ્યું હતુ. પરંતુ યુવતી અને તેનો બોયફ્રેન્ડ બનાવના દિવસે પોલીસ સ્ટેશને પહોંચ્યા ન હતા. ત્યારબાદ આ મામલો શહેરની લક્ષ્‍ય ટ્રસ્ટ પાસે પહોંચ્યો હતો. અને લક્ષ્‍ય ટ્રસ્ટ દ્વારા યુવતી અને તેના બોયફ્રેન્ડને રાવપુરા પોલીસ ખાતે લઇ જવાઇ હતી.

(5:36 pm IST)