Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ગોદરેજ ઇન્ટેરિયોના ઓફિસ વેલનેસ પોર્ટફોલીયોના ગુજરાતમાં પ્રવેશ

અમદાવાદઃ  ડિઝાઇન ઉત્પાદન અને રીટેલમાં પર્યાવરણના સંરક્ષણ અને ઉત્કૃષ્ટતાના કેન્દ્ર બનવાની કટીબધ્ધતા સાથે સંસ્થાપક સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરીયોએ ગુજરાત નાં વિસ્તૃત બજારમાં સતત વધી રહેલી માગને સંતોષવા અમદાવાદમાં એકસકલુઝીવ પ્રોડકટ મોશનચેર લોંચ કરી હતી. ઓફિસમાંં બેસીને લાંબો સમય કામ કરતા કર્મચારીઓની સુખાકારી અને ઉત્પાદકતા વધશે. ઇન્ટિેરીયો ડિવિઝનના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અનિલ માથુરે 'મોશન ચેર' લોંચ કરી હતી. આ નવીન પ્રોડકટ સમગ્ર ગુજરાતમાં ઝડપથી વુધ્ધી પામતી હેલ્થ અને વેલનેશ કેટેગરીમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવવા અને સફળતા પુર્વક નેતૃત્વ લેવા રિટેલ બ્રાન્ડને મદદરૂપ પુરવાર થશે.

 ઇન્ટેરીયો ડિવિઝનનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર અનિલ માથુરે કહયું હતુ કે ગુજરાત ઉદ્યોગ સાહસીકોની ભુમિ છે તથા મોટી સંખ્યામાં ઉદ્યોગો અને વેપાર ઘંધા ફાલ્યા છે. જેમા લાખો કર્મચારીઓ કામ કરે છે મોટા ભાગની કંપનીઓને પોતાના કર્મચારીઓને મોશન ચેર જેવી  નવિનતમ પ્રોડકટ પ્રદાન કરવામાં આનંદ થશે. કારણકે તેનાથી કર્મચારીઓની કામ કરવાની સુવિધા અને સુખાકારી વધે છે જેના પરિણામે ઉત્પાદકતામાં વધારો થાય છે. ગોધરેજ ઇન્ટેરીયો ઓર્ગેનાઇઝ ઓફિસ ફર્નિચર ઉદ્યોગમાં ૧૮ ટકા બજાર હિસ્સો ધરાવે છે. અને તેની કુલ આવકમાં અમદાવાદ સહિત ગુજરાતનાં બજારનો હિસ્સો ૧૦ ટકા છે. (૪૦.૭)

(3:39 pm IST)