Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુરતમાં બે વર્ષની મોટી બહેને 4 માસની નાની બહેનના મોંમાં મૂકી દીધો ખીલો:પરિવારનો જીવ તાળવે ચોંટ્યો

 

સુરત ;નાના બાળકો રમતા રમતા અને ક્યારેક અજાણતા મસમોટી ભૂલ કરી બેસતા હોય છે સુરતમાં આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો શહેરના ગોડાદરા વિસ્તારના ગણેશનગરમાં બે વર્ષની મોટી બહેને ચાર મહિનાની નાની બહેનના મોંમાં ખીલો મુકી દીધો હતો. બાબતની જાણ પરિવારને થતાં બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

   જાણવા મળ્યા મુજબ મોટી બહેને નાની ચાર મહિનાની બહેનના મોંમાં લોખંડનો ખીલો નાંખી દીધો હતો. માતાને વાતની જાણ થતાં આંગળી નાંખીને ખીલો કાઠવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનાથી ઉંધું ખીલો ગળામાંથી નીચે ઉતરી ગયો હતો. જે પછી પરિવાર નાની બાળકીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે જો જરૂર લાગશે તો સર્જરી કરવામાં આવશે. મામલે આખા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો છે. બધાને એક ચિંતા છે કે નાની અમથી બાળકીને કોઇ દુખ પહોંચે.

 

(12:21 am IST)