Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કાલોલના સાતમણા પાસે દંપતીને અકસ્માત :બે બાઈક ટકરાતા પત્નીનું કેનાલમાં પડવાથી મોત:પતિને ઇજા

બાઈક અથડાતા પત્ની ઉછળીને બાજુમાં પસાર થતી કેનાલમાં પડી જતા મોત;પતિને ગોધરા હોસ્પિટલમાં ખસેડાયો

 

પંચમહાલઃ કાલોલના સાતમણા ગામ નજીક અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે બે બાઇક સામસામે ટકરાતાં પત્નીનું બાજુમાં પસાર થતી કેનાલમાં પડવાથી મોત થયું છે જયારે પતિને ઇજા થતા સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

    મળતી વિગત મુજબ અકસ્માતમાં બાઇક પર સવાર દંપતીમાંથી મહિલા ઊછળી બાજુમાંથી પસાર થતી કેનાલમાં પડી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને વધુ ઇજા થઈ હતી.તેને  સારવાર માટે 108 દ્વારા ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.

ગુજરાતમાં શહેર-ગામડાંના વિસ્તારોમાં દિવસે દિવસે અકસ્માતોમાં વધારો થતો જાય છે.તાજેતરમાં ગુજરાતના ડે. CM નીતિન પટેલે જાહેરાત કરી હતી કે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે માટે તે વ્યક્તિ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં રૂ. 50.000 સુધીના ખર્ચ સુધી કોઈ પણ પૈસા આપ્યા વગર સારવાર કરાવી શકશે.

(12:32 am IST)