Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુરતમાં મહિલાની એક ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી : ટ્રાફિક પ્રશ્ને બબાલ :સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ

સુરતઃ સુરતમાં એક મહિલાએ ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવી ઝપાઝપી કરતો વિડિઓ વાયરલ થયો છે સુરતના સિટીલાઈટ રોડ પર અણુવ્રત દ્વાર પાસે મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઘટનાને કારણે ટ્રાફિકજામ થઈ ગયો, વખતે ત્યાં હાજર કોઈ એક વ્યક્તિએ સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી કરી હતી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટના બહાર આવી હતી

  જાણવા મળ્યા મુજબ સિટીલાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર સામે આવેલા બ્રિજ નીચે એક મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી સર્જાઈ હતી. અંદાજે 10થી 15 મિનિટ ચાલેલી ઝપાઝપી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેમાં લોકોએ ઝપાઝપીનો વીડિયો ઉતારી લીધો હતો.
  
રાહદારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાફિકને લઈને મહિલા અને અન્ય એક વ્યક્તિની ટ્રાફિક પોલીસ સાથે બબાલ થઈ હતી. સામાન્ય સંજોગોમાં પુરુષ પણ પોલીસ સામે માથાકૂટ કરવાનું ટાળે છે તેવા સંજોગોમાં એક મહિલાએ રીતે જાહેરમાં પોલીસ સાથે ઝપાઝપી કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા. વીડિયોમાં મહિલા પોલીસકર્મીને ધક્કો મારતા પણ નજરે પડે છે.

(1:15 am IST)