Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વિદ્યાનગરથી આણંદ આવતી કારમાંથી પોલીસે 20 બીયરના ટીન ઝડપ્યા: ચાલકની ધરપકડ

લાંભવેટ:ટી પોઈન્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વિદ્યાનગરથી આણંદ તરફ આવી રહેલી એક હુન્ડાઈ કાર નંબર જીજે-૨૩, એએન-૮૮૦૧ને અટકાવીને તલાશી લેતાં કારમાંથી બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા જેની કિંમત ૧૧૬૯ રૂપિયા જેટલી થવા જાય છે. 

પોલીસે કારના ચાલકનું નામઠામ પુછતાં તે માંગલિક પાર્ટી પ્લોટ પાસે આવેલી ધરણી ઉત્પન્ન સોસાયટીમાં રહેતો રમેશભાઈ શીનાજી મારવાડી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

(5:49 pm IST)
  • રાહુલ ગાંધીએ અકાલતખ્તમાં શીશ નમાવ્યું ;સીએમ કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં સાથે ;પંજાબમાં અમૃતસરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અકાલ તખ્તમાં શીશ નમાવી પ્રાર્થના કરી તેઓની સાથે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં હતા access_time 12:58 am IST

  • અફઘાનમાં તાલિબાની હુમલામાં ૭ પોલીસનાં મોતઃ ૨ ગંભીર access_time 4:29 pm IST

  • રાહુલ ગાંધી તા.૧૫, ૧૮ અને ૨૦ના રોજ ગુજરાતને ધમરોળશે : ૧૫,૧૮,૨૦ એપ્રિલે અનુક્રમે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા સંબોધશે access_time 3:51 pm IST