ગુજરાત
News of Friday, 12th April 2019

વિદ્યાનગરથી આણંદ આવતી કારમાંથી પોલીસે 20 બીયરના ટીન ઝડપ્યા: ચાલકની ધરપકડ

લાંભવેટ:ટી પોઈન્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વિદ્યાનગરથી આણંદ તરફ આવી રહેલી એક હુન્ડાઈ કાર નંબર જીજે-૨૩, એએન-૮૮૦૧ને અટકાવીને તલાશી લેતાં કારમાંથી બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા જેની કિંમત ૧૧૬૯ રૂપિયા જેટલી થવા જાય છે. 

પોલીસે કારના ચાલકનું નામઠામ પુછતાં તે માંગલિક પાર્ટી પ્લોટ પાસે આવેલી ધરણી ઉત્પન્ન સોસાયટીમાં રહેતો રમેશભાઈ શીનાજી મારવાડી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

(5:49 pm IST)