Gujarati News

Gujarati News

  • સુદાનમાં હિંસક પ્રદર્શન બાદ તખ્તાપલટ :રાષ્ટ્રપતિની ધરપકડ :ત્રણ દાયકા સુધી સત્તામાં રહેનાર સુદાનના રાષ્ટ્રપતિ ઓમર-અલ બશીરનો તખ્તો પલટાયો :રક્ષા મંત્રાલયે કહ્યું તેની ધરપકડ કરી લેવાયા :અવાદ ઈબ્ન ઓફએ સરકારી ન્યુઝ ચેનલ પર કહ્યું કે સેનાએ બે વર્ષ પછી ચૂંટણી કરાવવા નિર્ણંય કર્યો છે :દેશમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર :અત્રે ઉલ્લેખનીય છે કે 1989થી સુદાન પર રાજ કરનાર બશીર વિરુદ્ધ કેટલાક મહિનાથી સતત પ્રદર્શન થઇ રહ્યાં હતા:જોકે તખ્તાપલટ બાદ પણ પ્રદર્શનકારીઓએ વિરોધ ચાલુ રાખવા જાહેરાત કરી છે access_time 1:33 am IST

  • ચેન્નઇમાં આયકરના મોટા પાયે દરોડાઃ ચેન્નઇઃ ચેન્નઇમાં આજ સવારથી પીએસકે કન્સ્ટ્રકશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના મોટાપાયે દરોડાઃ આ ગ્રુપ ડીએમકેનું ટેકેદાર હોવાનું જાણવા મળે છેઃ દરોડાની કાર્યવાહીથી ડીએમકે લાલઘુમ access_time 11:38 am IST

  • આજે મતદાર જાગૃતિ અંગે સ્પેશીયલ કોચ રાજકોટમાં: કલેકટર લીલી ઝંડી આપશે : રાજકોટ શહેર-જીલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતિ અંગે આજે સાંજે સ્પેશીયલ કોચ રાજકોટ આવી પહોંચશે.. કલેકટર ડો. રાહુલ ગુપ્તા લીલી ઝંડી આપી રવાના કરશે... આ સંદર્ભે ૨૫ દિવ્યાંગ બાળકો દ્વારા અદ્ભૂત કાર્યક્રમ યોજાશેઃ લોકોને લાભ લેવા અપીલ access_time 3:51 pm IST