Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આંકલાવના આસોદર નજીક પૈસા બાબતે દંપતીને માર મારનાર પુત્ર -પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ

આંકલાવ:તાલુકાના આસોદર ગામની લ-મીપુરા સીમમાં રહેતા એક દંપત્તીને પુત્ર અને પુત્રવધૂએ પૈસાની બાબતે માર મારીને પિતાને પગની ઘુંટીએ ફેક્ચર કરી નાંખતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર લ-મીપુરા સીમમાં કાભઈભાઈ હરમાનભાઈ ચૌહાણ રહે છે. તેમનો પુત્ર ચન્દ્રસિંહ કોઈ કામધંધો કરતો નહોતો અને રખડી ખાતો હતો જેથી તેને ઠપકો કરતા તે પત્ની ગગીબેન સાથે પોતાની સાસરી સુંદણ રહેવા માટે જતો રહ્યો હતો. દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે બન્ને લ-મીપુરા આવ્યા હતા અને ચન્દ્રસિંહે પિતાને જણાવ્યું હતુ કે, મારે પૈસાની જરૂરત છે, જેથી કાભઈભાઈએ આપવાની ના પાડી દેતાં પાવડાનો દસ્તો ઉઠાવીને પગની ઘુંટીએ તેમજ શરીર પર માર માર્યો હતો. કાભઈભાઈની પત્ની સુમિત્રાબેન વચ્ચે પડતાં ગગીબેને તેણીના વાળ પકડીને નીચે પાડી દઈને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. 

(5:23 pm IST)