Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના બે અધિકારીઓ બે હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

અમદાવાદ કોર્પોરેશનમાં બે અધિકારી 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝપાયા છે. બંને ફરિયાદી પાસેથી ઝડપી અરજીનો નિકાલ કરવા માટે લાંચ માગી હતી,એસીબીએ  છટકું ગોઠવી બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદ કોર્પોરેશનના મધ્યઝોનમાં ટેક્સ વિભાગમાં નિવૃત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ ભીખા વાણંદ અને વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર છગન ચૌધરી પર લાંચ માગવાનો આરોપ લાગ્યો છે. બંનેએ મકાનના ટેક્સ બીલમાં નામ ટ્રાન્સફર માટેની અરજીના ઝડપથી નિકાલ માટે 2000ની લાંચ માગી હતી.

  એસીબીના  રિપોર્ટ પ્રમાણે નિવૃત ક્લાર્ક પંકજ ભીખાએ ફરિયાદી પાસેથી 2000ની લાંચ માગી હતી. ત્યારબાદ લાંચ સ્વીકારવા માટે વોર્ડ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રને મોકલ્યો હતો. ધર્મેન્દ્ર લાંચ સ્વીકારે તે દરમિયાન અમદાવાદ શહેરના એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી જે ચૌધરી તથા સ્ટાફે દરોડા પાડ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા.

(9:14 pm IST)