Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મુંબઈ સેન્ટ્રલના વોકહાર્ટ હોસ્પિટલમાં ૫.૬ કિ.ગ્રા. વજનવાળા ૯ માસના બાળકનું લીવર ટ્રાન્સપ્લાન્ટ

(કેતનખત્રી) અમદાવાદ : વોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલે ૯ માસના બાળક કાવ્ય વિવેક રાઉત માટે સફળ લિવીંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી ઈતિહાસ રચી દીધો. પાલઘર જિલ્લાના ઘોલવાડ ગામના આ બાળકનું વજન ૫.૬ કિ.ગ્રા. હતું. એબ્ડામિનલ આર્ગન ટ્રાન્સપ્લાન્ટના સલાહકાર તથા એચપીબી સર્જન, ડો. અનુરાગ શ્રીમલના નેતૃત્વમાં ટીમની સર્જરીનું સંચાલન કર્યુ. આ સમગ્ર પશ્ચિમી ભારતમાં સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી પસાર થનારો સૌથી નાની વયનું બાળક છે.

૫.૬ કિ.ગ્રા. વજનવાળા એક ૯ માસના બાળક કાવ્યને જન્મ સમયે જ મુશ્કેલી હતી. તે બિલીએરી આર્ટેશીયા નામક એક બિમારીની સાથે જન્મ્યો હતો. જેમાં યકૃતથી આંતરડા સુધી પિત્તને લઈ જતી પિત્ત નળીઓ ઉપસ્થિત નથી હોતી. ૨ મહિનાની ઉંમરમાં તેને મુંબઈની એક અન્ય હોસ્પિટલમાં એક મોટી સર્જરીથી પસાર થવુ પડ્યુ. આ સર્જરી સફળ ન રહી, જેના કારણે તેને લીવર સીરોસીસ લીવરની અપરિવર્તનીય ક્ષતિથી ઝઝૂમવુ પડ્યુ. તેની વૃદ્ધિ રોકાઈ ગઈ. તેનું વજન ૫-૬ કિગ્રા પર સ્થિર થઈ ગયુ અને એને જોન્ડીસ થયો તથા તેના પેટમાં ફલૂડ જમા થઈ ગયું. તેને જીવલેણ ચેપ લાગ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલના આઈસીયુમાં ભરતી કરવાની જરૂર પડી. જયાં સુધી તેના માતા-પિતા વિવેક અને નિશા (લગભગ ૩૦ વર્ષની ઉંમરના દૈનિક વેતન) બાળકોને લઈને વોકહાર્ટ હોસ્પિટલ પહોચ્યા, ત્યાં સુધી પરિવારની કુલ જમા મૂડી પણ ખતમ થઈ ચૂકી હતી.

મુંબઈ સેન્ટ્રલના વોકહાર્ટ હોસ્પિટલમાં પીડીએટ્રીક હેપેટોલાજીસ્ટ કન્સલ્ટેન્ટ, ડો.લલીત વર્મા કહે છે કે અમે ૬ માસની ઉંમરથી જ કાવ્યનો ઈલાજ કરવાનું શરૂ કરી દીધુ હતું. તે સમયે જ લીવર સીરોસીસ ખૂબ વાજબી થઈ ચૂકયુ હતું. અમે તેની પરિસ્થિતિને સ્થિર કરવા અને તેના વજનમાં કેટલીક વૃદ્ધિ કરવાની દિશામાં ખૂબ મહેનત કરી. પરંતુ ચેપના કારણે સમય રહેતા ટ્રાન્સપ્લાન્ટ કરવુ જ તેના ઉપચારનો એકમાત્ર વિકલ્પ હતો.(૩૭.૧૨)

(4:33 pm IST)