Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડોદરામાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો :કટિંગ વખતે દરોડો : 120 પેટી વિદેશી દારૂ સાથે છ આરોપીઓ ઝડપાયા

જામ્બુઆ ખાતે ચાલુ કન્ટેનરે કટિંગ : એક કન્ટેનર,છોટાહાથી ,મોપેડ સહીત 50 અલખનો મુદામાલ જપ્ત

 

વડોદરામાં સ્ટેટ વિજિલન્સની ટિમે શહેરમાં સપાટો બોલાવ્યો હતો. જામ્બુવા ખાતે ખાનગી હોટલની પાછળ ચાલુ કન્ટેનરે ધૂમ સ્ટાઈલથી વિદેશી દારૂના થઈ રહેલા કટીંગ વખતે સ્ટેટ વિજિલન્સે રેડ કરી હતી.

   વિજિલન્સની ટીમે એક  કન્ટેનર, કાર, છોટા હાથી, મોપેડ, 120 વિદેશી દારૂ પેટી સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી તપાસમાં . વિદેશી દારૂ રાજસ્થાનમાંથી મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું  મુખ્ય સૂત્રધાર નિલેશ સિંધિની પણ પોલીસે ધરપકડ કરી હતી. 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે

(11:28 pm IST)