Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાલનપુ, વડગામ,દાતા સહીત અનેક શહેરોમાં ભારે વરસાદ : ડીસામાં વરસાદી ઝાપટું : સાતલપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો

પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડગામ, અમીરગઢ, દાંતા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભાદરવીના મહામેળામાં વરસાદને લઈને યાત્રિકોની પરેશાની વધી શકે છે. વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી છવાઈ હતી

  . ડીસામાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. ધીમીધારે ફરી વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાધનપુરનાં સાતલપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સાતલપુર સહીત ગામડાઓમાં ધીમી વરસાદ વરસ્યો હતો.

(9:54 pm IST)